દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમની દીકરીનું ભવિષ્ય ઉજ્જવળ હોય, તેને ઉચ્ચ શિક્ષણ મળે અને તેના લગ્ન ધામધૂમથી થાય. આ સપનાને પૂરું કરવા માટે ભારત સરકારની ' સુકન્યા સમૃદ્ધિ યોજના' એક ઉત્તમ વિકલ્પ છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) એ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેની કેન્દ્ર સરકારની સૌથી લોકપ્રિય બચત યોજના છે. તેમાં રોકાણ સુરક્ષિત છે અને વ્યાજદર અન્ય ઘણી યોજનાઓ કરતા વધારે હોય છે. તો તમારા મનમાં એવો પ્રશ્ન હશે કે ખાતું ક્યારેય ખોલવું તમે જણાવી દઈએ કે જ્યારે પણ દીકરી જન્મે તે સમયથી લઈને દસ વર્ષ સુધીની થાય ત્યાર સુધી ગમે ત્યારે તમે ખાતું ખોલાવી શકો છો કોણ ખોલાવી શકે: માતા-પિતા અથવા કાયદેસરના વાલી દીકરીના નામે ખાતું ખોલી શકે છે. મર્યાદા : એક દીકરીના નામે માત્ર એક જ ખાતું ખોલાવી શકાય. એક પરિવારની વધુમાં વધુ બે દીકરીઓ માટે આ યોજનાનો લાભ મળે છે (જોડિયા દીકરીઓના કિસ્સામાં ત્રણ સુધી છૂટ મળે છે). . યોજનાની મુખ્ય વિશેષતાઓ ગણતરીનું ઉદાહરણ (Calculator Example) - જો તમે દર મહિને ₹૧,૦૦૦ બચાવો છો (વર્ષના ₹૧૨,૦૦૦). - ૧૫ વર્ષ સુધી તમે કુલ ₹૧,૮૦,૦૦૦ જમા કરશો. - ૨૧ વર્ષ પછી દીકરીને અંદ...
ગુજરાતીમાં કરંટ અફેર્સ(current affairs), લેટેસ્ટ સરકારી યોજનાઓ (Sarkari Yojna), જનરલ નોલેજ અને અવનવી જાણકારી મેળવવા માટે અમારા બ્લોગની મુલાકાત લો. અમે વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે ઉપયોગી માહિતી પૂરી પાડીએ છીએ."