Skip to main content

રાષ્ટ્ર પ્રેરણા સ્થળ

  રાષ્ટ્ર પ્રેરણા સ્થળ  શું છે ? કેમ ચર્ચા માં છે?

Rashtriya Prerana Sthal Lucknow


ચાલો આપણે જાણીએ 

   આપના ભૂતપૂર્વક પ્રધાનમંત્રી  અટલ બિહારી વાજપેયી ના 101 ની જન્મ જયંતી પર આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા લખનૌ માં રાષ્ટ્ર પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું. 

અને તેને એકતા આત્મસન્માન અને સેવાના અદર્શો ને સમર્પિત કર્યું છે 

અને તે સ્થળ પર આપણા એવા લોકપ્રિય મહાન વ્યક્તિઓની પ્રતિમાઓની અનાવરણ કરવામાં આવી છે 

અટલ બિહારી વાજપેયી,પંડિત દિનદયાળ ઉપાધ્યાય , ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ની ૬૫ ફૂટ ઊંચી કસ્ય પ્રતિમાઓ  કમળ આકારના સંગ્રહાલયને સન્માનિત કરે છે

હવે આપણે આ ત્રણ મહાન વ્યક્તિઓ વિશે પરિચય જાણીએ

અટલ બિહારી વાજપેયી: 

 ​જન્મ: ૨૫ ડિસેમ્બર, ૧૯૨૪ (ગ્વાલિયર, મધ્ય પ્રદેશ).​અવસાન: ૧૬ ઓગસ્ટ, ૨૦૧૮ (નવી દિલ્હી).​

શિક્ષણ: તેમણે કાનપુરની ડી.એ.વી. કોલેજમાંથી રાજ્યશાસ્ત્રમાં એમ.એ. (M.A.) ની પદવી મેળવી હતી

.​વિશેષતા: તેઓ આજીવન અવિવાહિત રહ્યા હતા અને તેમનું સંપૂર્ણ જીવન દેશસેવા માટે સમર્પિત કર્યું હતું.

​ભારતના પૂર્વ વડાપ્રધાન અને 'ભારત રત્ન' થી સન્માનિત અટલ બિહારી વાજપેયી એક કુશળ રાજનેતા, પ્રખર વક્તા અને હૃદયસ્પર્શી કવિ હતા.

રાજકીય કારકિર્દી

​અટલજી ભારતીય જનતા પાર્ટી (BJP) ના પાયાના પથ્થર હતા. તેઓ ત્રણ વખત ભારતના વડાપ્રધાન બન્યા:

​૧૯૯૬માં: માત્ર ૧૩ દિવસ માટે.

​૧૯૯૮-૧૯૯૯: ૧૩ મહિના માટે.

​૧૯૯૯-૨૦૦૪: ૫ વર્ષનો પૂર્ણ કાર્યકાળ (ગઠબંધન સરકાર સાથે પૂર્ણ કાર્યકાળ પૂરો કરનાર પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન).

​પોખરણ પરમાણુ પરીક્ષણ (૧૯૯૮): તેમના નેતૃત્વમાં ભારતે રાજસ્થાનના પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણો કરી વિશ્વને ભારતની શક્તિનો પરિચય કરાવ્યો.

​કારગિલ વિજય: ૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી ભારતનો વિજય સુનિશ્ચિત કર્યો.

​સુવર્ણ ચતુર્ભુજ યોજના: દેશના ચાર મોટા મહાનગરોને જોડવા માટે વિશાળ હાઈવે પ્રોજેક્ટની શરૂઆત કરી.

​સર્વ શિક્ષા અભિયાન: 'સૌ ભણે, સૌ આગળ વધે' ના મંત્ર સાથે પ્રાથમિક શિક્ષણને વેગ આપ્યો.

​શાંતિના પ્રયાસો: ભારત-પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે તેમણે 'દિલ્હી-લાહોર બસ સેવા' શરૂ કરી હતી.

જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન:

​આ નારો અટલ બિહારી વાજપેયીજીએ ૧૯૯૮માં આપ્યો હતો.


પંડિત દિન દયાળ ઉપાધ્યાય:

પંડિત દિનદયાળ ઉપાધ્યાય એક મહાન વિચારક સમાજસેવક અને પત્રકાર હતા અને રાજનીતિના શિખર પુરુષ હતા

જન્મ અને પ્રારંભિક જીવન - 

જન્મ 25 સપ્ટેમ્બર 1916 ના રોજ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના નાગલા ચંદ્રભાન ગામમાં થયો હતો

 તેમનો ઉછેર તેમના મોસાળમાં થયો હતો કારણ કે નાની ઉંમરમાં તેમના માતા પિતા નું અવસાન થયું હતું


શિક્ષણ:. તેમને પિલાની અને કાનપુરમાં શિક્ષણ મેળવ્યું હતું. B.A અને M.A માં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો 

રાજકીય કારકિર્દી: 

આરએસએસ સાથે તેઓ 1937 માં કાનપુરમાં અભ્યાસ દરમિયાન જોડાયા હતા .             

અને આજીવન પ્રચારક બન્યા હતા.

તેઓ સાદું જીવન અને ઉચ્ચ વિચારો માટે જાણીતા હતા માટે અટલ બિહારી વાજપેઈ તેમને પોતાના આદર્શ માનતા હતા

તેમણે એકાત્મક માનવવાદ નો સિદ્ધાંત આપ્યો હતો. આ તેમનું સૌથી મોટું પ્રદાન છે તેમણે પાશ્વાત્યા મૂડીવાદ અને સમાજવાદ ના બદલે ભારતીય સંસ્કૃતિ પર આધારિત આર્થિક અને સામાજિક મોડેલ રજૂ કર્યું હતું 

અંત્યોદ: સમાજના છેલ્લામાં છેલ્લા એટલે કે (ગરીબ) માણસનો વિકાસ થાય તે જ સાચો વિકાસ છે તેવો  વિચાર તેમને આપ્યો હતો 

પંચજન્ય( સાહિત્ય), રાષ્ટ્રધર્મ (માસિક) ,અને સમ્રાટ ચંદ્ર ગુપ્ત અને જગતગુરુ શંકરાચાર્ય જેવા પુસ્તક પણ તેમને લખ્યા હતા 

ડૉ શ્યામા પ્રસાદ મુખર્જી 

જન્મ અને શિક્ષણ:  6 જુલાઈ 1901 ના રોજ કોલકત્તામાં થયો હતો. 

 તેમના પિતા આશુતોષ મુખરજી કોલકત્તા ના હાઇકોર્ટના જજ હતા . 

શિક્ષણ: તેમની કલકત્તા યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો માત્ર ૩૩ વર્ષની ઉંમરે તે કોલકત્તા  યુનિવર્સિટી ના સૌથી યુવાન વાઇસ ચાન્સેલર એટલે કે કુલપતિ બન્યા હતા.

તેમણે 21 ઓક્ટોબર 1951 ના રોજ દિલ્હીમાં "ભારતીય જન સંઘ "ની સ્થાપના કરી હતી જે આજે ભારતીય જનતા પાર્ટી (bjp) તરીકે ઓળખાય છે.

આઝાદી પછી પંડિત જવાહરલાલ નહેરુની પ્રથમ કેબિનેટમાં તેઓ ઉદ્યોગ અને નાગરિક પુરવઠા મંત્રી બન્યા હતા.

કશ્મીર આંદોલન અને બલિદાન :

તેઓ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ માનતા હતા.

 તેથી તે સમયે કાશ્મીરમાં જવા માટે 'પરમિટ' લેવી પડતી હતી .અને ત્યાં અલગ ઝંડો તથા અલગ બંધારણ હતું તેમને આનો વિરોધ કરતા એક સૂત્ર આપ્યું

"એક દેશમાં બે વિધાન બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે"

1953માં પરમીટ વગર કશ્મીરમાં પ્રવેશ કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી .  

23 જૂન 1953 ના રોજ શ્રીનગરમાં જેલ દરમિયાન રહસ્યમય સંજોગોમાં તેમનું અવસાન થયું તેમના આ બલિદાનને કારણે પાછળથી કશ્મીરમાંથી 'પરમીટ 'પ્રથા નાબૂદ થઈ હતી. 

  આવી જ અવનવી ઘટનાઓ  અને જનરલ નોલેજ ને  લાગતા તમામ ટોપિક ને જાણવા માટે અમારી વેબસાઈટની મુલાકાત લો અને તમારા મિત્રો તથા ફેમિલી સાથે શેર કરો .

    










Comments

Post a Comment

Popular posts from this blog

વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન બિલ 2025

         "મિત્રો, ભારતની એજ્યુકેશન સિસ્ટમ હવે બદલાવા જઈ રહી છે. મોદી સરકારે ઉચ્ચ શિક્ષણમાં મોટા ફેરફાર લાવવા માટે ૨૦૨૫નું નવું શિક્ષણ બિલ રજૂ કર્યું છે." ​શું છે વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન (VBSA)? ​અત્યાર સુધી ભારતમાં ઉચ્ચ શિક્ષણનું નિયમન અલગ-અલગ સંસ્થાઓ દ્વારા થતું હતું. જેમ કે, સામાન્ય શિક્ષણ માટે UGC, ટેકનિકલ શિક્ષણ માટે AICTE અને શિક્ષક પ્રશિક્ષણ માટે NCTE. આના કારણે ઘણીવાર નિયમોમાં અસ્પષ્ટતા અને વહીવટી વિલંબ થતો હતો. ​VBSA (Viksit Bharat Shiksha Adhishthan) આ તમામ સંસ્થાઓનું સ્થાન લેશે. તે એક સ્વાયત્ત અને શક્તિશાળી સંસ્થા હશે જે દેશની તમામ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે એક સમાન માળખું તૈયાર કરશે. હવે આપણે જોઈએ કે તેમાં કયા કયા નિયમો બનાવવામાં આવ્યા છે. આ બિલમાં શિક્ષણ વ્યવસ્થાને ત્રણ અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવી છે, જેથી કામગીરીમાં પારદર્શિતા રહે: 1- રેગ્યુલેટરી કાઉન્સિલ (Regulatory Council): આ કાઉન્સિલનું કામ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન પર દેખરેખ રાખવાનું રહેશે. સંસ્થાઓ નાણાકીય પારદર્શિતા રાખે છે કે નહીં અને સરકારી નિયમોનું પાલન કરે છે કે ...

​"શિયાળામાં પણ શહેર કેમ તપે છે? જાણો ઠંડીમાં પણ અનુભવાતી ગરમીનું રહસ્ય."

                 અર્બન હીટ આઇલેન્ડ     🔴અર્બન હીટ આઇલેન્ડ એટલે શું? ​જે શહેરનો વિસ્તાર તેના આસપાસના ગ્રામીણ વિસ્તારો કરતા નોંધપાત્ર રીતે વધુ ગરમ હોય, ત્યારે તેને 'અર્બન હીટ આઇલેન્ડ' કહેવામાં આવે છે. શહેરોમાં કોંક્રિટના જંગલોને કારણે ગરમી શોષાય છે અને રાત્રે પણ બહાર નીકળી શકતી નથી.   શહેરોમાં બનેલી બહુમાળી ઇમારતો આખો દિવસ સૂર્યપ્રકાશ શોષે છે અને રાત્રે તે ગરમી મુક્ત કરે છે, જેના કારણે 'ઠંડીમાં પણ ગરમી' અનુભવાય છે . મુખ્ય કારણો ​કોંક્રિટ અને ડામર: રોડ, બિલ્ડિંગો અને ફૂટપાથ સૂર્યની ગરમીને શોષી લે છે. ​વૃક્ષોનો અભાવ: શહેરોમાં ઝાડ ઓછા હોવાથી છાંયો મળતો નથી અને 'બાષ્પીભવન' (Evapotranspiration) દ્વારા થતી ઠંડક મળતી નથી. ​પ્રદૂષણ અને ટ્રાફિક: વાહનો અને ફેક્ટરીઓમાંથી નીકળતી ગરમી તાપમાનમાં વધારો કરે છે. ​એર કંડિશનર (AC) નો ઉપયોગ: એસી ઘરની અંદર ઠંડક આપે છે પણ બહારની હવાને વધુ ગરમ કરે છે .📍અર્બન હીટ આઇલેન્ડની અસરો (Impacts) ​સ્વાસ્થ્ય પર અસર: હીટ સ્ટ્રોક, થાક અને શ્વાસ લેવામાં તકલીફ. ​વીજળીનો વપરાશ: ગરમી વધતા એસી અને પંખા વધુ ચાલે છે, ...

નમો લક્ષ્મી યોજના

    નમો લક્ષ્મી યોજના