ગુજરાતી સાહિત્ય જગતમાં જ્યારે ચિંતન મનન અને જીવન જીવવાની કળા ની વાત આવી ત્યારે એક નામ સૌથી પહેલા યાદ આવે છે ડૉ ગુણવંત શાહ વર્ષ 2026 માં તેમના નિધનથી સાહિત્ય અને ચિંતનના એક સુવર્ણયુગ નો અંત આવ્યો છે તેમનો પરિચય : તેમનો જન્મ 12 માર્ચ 1937 ના રોજ સુરત ના રાંદેરમાં થયો હતો. તેમના પિતા ભુખણદાસ શાહ અને માતા પ્રેમીબેન શાહના સંસ્કારો તેમની વારસામાં મળ્યા હતા શિક્ષણ : તેમને પ્રારંભિક શિક્ષણ રાંદેરમાં અને માધ્યમિક શિક્ષણ સુરતની જૈન હાઈસ્કૂલમાં થયું હતું તેમણે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કર્યો હોવા છતાં તેમનું મન સાહિત્ય અને કેળવણીમાં વધુ પરોવાયેલું હતું. વડોદરા ની એમએસ યુનિવર્સિટી મા તેમને શિક્ષણશાસ્ત્ર માં ઉચ્ચ પદવી મેળવી અને PH.Dપૂરું કર્યું. લેખન સાથે તેઓ એક શ્રેષ્ઠ શિક્ષક પણ હતા. તેમણે વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં રીડર તરીકે સેવા આપી. એટલું જ નહીં, તેમણે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ કામ કર્યું હતું. તેમણે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ વિભાગના અધ્યક્ષ તરીકે અને મુંબઈની SNDT યુનિવર્સિટીમાં પણ પોતાની સેવાઓ...
"મિત્રો, ભારતની એજ્યુકેશન સિસ્ટમ હવે બદલાવા જઈ રહી છે. મોદી સરકારે ઉચ્ચ શિક્ષણમાં મોટા ફેરફાર લાવવા માટે ૨૦૨૫નું નવું શિક્ષણ બિલ રજૂ કર્યું છે." શું છે વિકસિત ભારત શિક્ષા અધિષ્ઠાન (VBSA)? અત્યાર સુધી ભારતમાં ઉચ્ચ શિક્ષણનું નિયમન અલગ-અલગ સંસ્થાઓ દ્વારા થતું હતું. જેમ કે, સામાન્ય શિક્ષણ માટે UGC, ટેકનિકલ શિક્ષણ માટે AICTE અને શિક્ષક પ્રશિક્ષણ માટે NCTE. આના કારણે ઘણીવાર નિયમોમાં અસ્પષ્ટતા અને વહીવટી વિલંબ થતો હતો. VBSA (Viksit Bharat Shiksha Adhishthan) આ તમામ સંસ્થાઓનું સ્થાન લેશે. તે એક સ્વાયત્ત અને શક્તિશાળી સંસ્થા હશે જે દેશની તમામ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ માટે એક સમાન માળખું તૈયાર કરશે. હવે આપણે જોઈએ કે તેમાં કયા કયા નિયમો બનાવવામાં આવ્યા છે. આ બિલમાં શિક્ષણ વ્યવસ્થાને ત્રણ અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવી છે, જેથી કામગીરીમાં પારદર્શિતા રહે: 1- રેગ્યુલેટરી કાઉન્સિલ (Regulatory Council): આ કાઉન્સિલનું કામ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન પર દેખરેખ રાખવાનું રહેશે. સંસ્થાઓ નાણાકીય પારદર્શિતા રાખે છે કે નહીં અને સરકારી નિયમોનું પાલન કરે છે કે ...